બુદ્ધિઓના બારણાં ખખડાવનાર,
એક ગઝલ છે આરસી દેખાડનાર.
બાદ કોરોના ધરાને ડારનાર,
કોણ છે આ હોદ્દો સંભાળનાર.
ચોતરફ સ્વાગતમાં ખાખી ફૂલ છે,
આજ કોઈ રાહબર છે આવનાર.
‘મા’ નથી તો જાણે સંબંધો નથી,
ઉત્સવો પર પ્રેમથી બોલાવનાર.
શોશિયલ મિડિયાથી ઝડપી કૉણ છે?
એક અફવાને વધુ ફેલાવનાર.
અલ્પ સંખ્યામાં સમજદારો મળ્યા,
કંઇ હજારોમાં,ગઝલ બીરદાવનાર.
હે ખુદા, તારી જ પૂજા થઈ શકે,
તું પકડનારો ને મૂક્તિ આપનાર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply