વકર્યો ખાસ્સો ઢાંકપિછોડો.
સહુએ સાધ્યો ઢાંકપિછોડો.
સત્ય જરીક સામે આવે ત્યાં,
ખુલ્લો થાતો ઢાંકપિછોડો.
વાર કરી લે, વાર ખમી લે,
એવો રીઢો ઢાંકપિછોડો.
મારી તમારી વચ્ચે રહેતો,
છાનો છૂપો ઢાંકપિછોડો.
આંખમાં આંખ પરોવી જોજો,
નહિ રહે ઊભો ઢાંકપિછોડો.
છળ કરવામાં આવે અવ્વલ,
સીધો સાદો ઢાંકપિછોડો.
કરતબ એવા એવા કરશે,
દઈ દેશે ખો ઢાંકપિછોડો.
રોજ બધા ય ખપમાં લેતાં,
તાજો માજો ઢાંકપિછોડો.
વાતે વાતે જાણી લીધું,
ક્યાં કરવાનો ઢાંકપિછોડો.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply