જાગી ગયા.
કરવા સ્વાગત શ્વાન સૌ જાગી ગયા,
સાંભળીને દોસ્તો સરકી ગયા.
એ બહાને ત્યાં સફર અટકી ગઈ,
તાવ આવ્યો ને પછી ઊંઘી ગયા.
એ અવસ્થાએ હજી પહોંચ્યા નથી,
ખૂબ ટૂંકા કાળમાં મ્હેકી ગયા.
મીણબત્તી,થાળીઓના પણ પ્રયોગ,
હાથ જોડી “રોગથી” હારી ગયા.
રૂબરૂ આવો, મળો એ આશ છે,
કેટલા સપના તમે આપી ગયા.
લોકમૂખેથી ઘણાં પૂષ્પો ઝરે,
આપ કેવું ત્યાં સ્મરણ મૂકી ગયા!
ક્યાંક ખીલ્યાં ફૂલ ને , તપ્યાં રવિ,
એ અસર થઇ ,શેર જે સમજી ગયા.
દોસ્ત,’ સિદ્દીક’ મ્હેર માલિકની જુઓ,
જ્યાં નવી ધરતી મળી ફાવી ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply