સાવ સસ્તા ભાવમાં વેચાઉં છું,
તોય શ્રધ્ધાને વફા દેખાઉં છું.
ખાઈને ડફણાં પશુ સુધરી ગયા,
હું મને “માનવ” કહી શરમાઉં છું.
એક ઘટના,થઇ ખબર,મોટાક્ષરે,
રોજ છાપામાં સતત દેખાઉં છું.
દોસ્ત,મારા પર ન શ્રદ્ધા રાખ તું,
હર નવા અપડેટમાં બદલાઉં છું.
“ચૂંટણીના” કામમાં વાંધો નથી,
ટૂંકા ખર્ચે ‘લગ્નમાં’ ઉજવાઉં છું.
શાંતિ રાખો,વિચારો, એક ખૂણે,
ખૂબ ધીમે હું ગઝલ,સમજાઉં છું.
વિવેચક “લાઈક” મને કરતા નથી,
હું ગઝલ ભારે જરા થઈ જાઉં છું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply