સફરથી ગુજર
કદી આપણા હમસફરથી ગુજર,
પછી મિત્રતાના જીગરથી ગુજર.
શહેનશાહે અકબરની ગાદી મળી!
સમય લઈને કોઇ કબરથી ગુજર
મહોબ્બત,ભરોસો,વફા હોય તો,
ખુશીથી અમારી નજરથી ગુજર.
વનો ખાઈને તાજા તગડા થયા,
ગૂંચવતા વિકસતા નગરથી ગુજર.
કદમ તો સડકના જહાજો થયા,
હરેક મંઝીલોની ડગરથી ગુજર.
ઉભા છે પ્રતીક્ષામાં ઘર કેટલા?
ઉતાવળ કરી ઘર ફિકરથી ગુજર.
વસાવ્યું, ખપાવ્યું, ઉડાવ્યું, ઘણું,
હવે, ભાઈ ટૂંકી સફરથી ગુજર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply