ગઝલ./ કોરોના,લૉકડાઊન ઇફેક્ટ
આ ઘડી નવા યુગની , ઘંટીઓ વગાડે છે,
શું થશે હવે આગળ ,આસ્થા જગાડે છે.
ઘર,ગલી,મહોલ્લાઓ ઘેનમાં ડૂબેલા છે,
જેમ પૂત્રને માતા ગાઈને સૂવાડે છે.
ઓફીસો, બજારો કે નોકરી ને ધંધા ઠપ.
હાથપગને અટકાવી કોણ છે જીવાડે છે?
જીવતા અવાજોને રોજના હતા જલ્સા,
કેદ કુદરતે કરતાં ખુદના ઘર દઝાડે છે.
ભેદભાવ ભૂલીને દુશ્મનો ને મિત્રો સૌ
જળ તરસને આપે છે,ભૂખને જમાડે છે.
ક્યાં સજાગ રહેવામાં,આદમીને છે ફુરસદ,
રોજ રોજ અફવાના ફૂગ્ગાઓ ઉડાડે છે.
રોગ ખુદકુશી કરશે, આટલું કરો “સિદ્દીક”,
તંત્રની સલાહો ખુદ વાયરસ ઘટાડે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply