તું આવે છે
ચોરપગલે…તું આવે છે,
એવો અણસારો તો મને ત્યારે જ આવી ગયેલો
જ્યારે
મારું હોવું કે ન હોવું ગૌણ થઈ ગયેલું.
પણ
એ વખતે મેં આંખ આડા કાન કર્યા.
ને,
મારો સમય મેં બીજાઓ માટે ફાળવ્યો,
છતાં એનું “મૂલ્ય” ન થયું
ત્યારે
તારો પગ પેસારો વધી ગયો!
પણ પછી,
મેં જ મારો હાથ ઝાલ્યો,
ને ખાસ મારા માટે સમય કાઢ્યો.
બસ, એ જ ક્ષણે…
હા, એ જ ક્ષણે..
હે ઉદાસી, તારા વળતાં પાણી થઈ ગયા.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply