મુલાકાતની ત્યાં ઉતાવળ નથી,
મહોબ્બત નથી જ્યાં મને ચળ નથી.
સ્કૂલો, મદ્રેસા,ને ઘરો પણ છે બંધ,
સ્વજન-કહી શકું, કોઈ વાદળ નથી.
સહી લાગણીની કલમમાં નથી,
લખું કઇ રીતે અવ તે કાગળ નથી.
ઘરેથી નીકળતા ડરે છે , કદમ,
ઘણી હિંમતોમાં હવે બળ નથી.
હતું ઈશ્કનું રાજ નીકળી ગયું,
હવે કોઇ દરિયામાં ખળભળ નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply