ઊઠ્ઠો અને શરાબ પીઓ જાગતા રહો,
જાગો છતાં નશામાં રહો જાગતા રહો.
સપના જુઓ સાકાર કરો,મુઠ્ઠીમાં કરો,
રાચો પછી કબરને જુઓ જાગતા રહો.
“તારા” હવે દિવસમાં બતાવે છે વાદળો,
સૂરજને એની જાંણ કરો જાગતા રહો.
તમને ઉંઘાડનારી હવાઓ સુવાડશે,
નિંદરને તમ મળો ન મળો જાગતા રહો.
અખબારમાં ચમકતા રહો હરવખત તમે,
દિલનેય ક્યારે ક્યારે ગમો,જાગતા રહો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply