ટેવવશ સૌને જામ આપું છું,
મારા વંદન,સલામ આપું છું.
જેણે હીરો ચીતર્યો છે મુજને,
આવો એના હું નામ આપું છું.
થઇ જતા મૂક્ત ક્યારના અશ્વો,
જેમને હું લગામ આપું છું.
મારા હિસ્સાની આ વિરાસત છે,
જે મળે એને દામ આપું છું.
ઝેર પીનાર રોજ પથ્થરને,
“ઈશ્ક” કરવાનું કામ આપું છું.
કોઈ પૂછે કે ક્યાં રહો “સિદ્દીક”!,
દિલને મારૂં મુકામ આપું છું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply