જે તરફ બોલાવશો આવીશ હું,
પ્રેમથી સત્કારશો આવીશ હું.
થોડી કિંમતમાં ખરીદી લો મને,
જ્યાં અને જે વાંચશો આવીશ હું.
સ્વપ્ન જોવાની ફકત ઈચ્છા કરો,
જેવું જેવું ધારશો આવીશ હું.
હું પ્રજા છું આંધળી , આ વાંક છે,
જે રીતે જ્યાં દોરશો આવીશ હું.
સાત પાતાળે લપાઈ જે કરો,
હું ખુદાને , ભૂલશો આવીશ હું.
હર જગા વ્હેંચવાય છે સર્ટિફિકેટ,
જ્યાં મને પણ આપશો આવીશ હું.
આ કયું ખેંચાણ ખેંચી જાય છે,
તમ જરા સમજાવશો ? આવીશ હું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply