જય હિન્દ .. વંદે માતરમ 🙏
આઝાદીના અમૃતપર્વની સહુને શુભેચ્છાઓ 🌷
અમારું ઝળહળ હિન્દુસ્તાન.. અમારું ઝળહળ હિન્દુસ્તાન..
એક જ સૂર ને એક જ લયમાં ગાઈએ એનાં ગાન.
અમારું ઝળહળ હિન્દુસ્તાન..
વાઘા નોખાં, બોલી નોખી, નોખાં રીત-રિવાજ,
પાઠ-પૂજા પણ નોખાં સહુના, નોખાં કામ ને કાજ,
તોય ટકાવી રાખી દેશની આન, બાન ને શાન.
અમારું ઝળહળ હિન્દુસ્તાન..
ગાથા કાલની ગાઈ-સૂણીને અજવાળીએ આજ,
દેશપ્રેમની ભાવના એકજ ભલે ને બદલે રાજ,
જગ આખું આપે છે દેશને માન અને સન્માન.
અમારું ઝળહળ હિન્દુસ્તાન..
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply