નામ પાછળ નામ તો લખવું પડે,
પ્રેમ છે, તો પ્રેમને ઘુંટવું પડે.
દોસ્તી કરવી જરૂરી હોય તો,
દુશ્મનોને એ સબબ મળવું પડે.
નવસો નવ્વાણું શીખવ્યા બાદ પણ,
એકને એક દાવ સાચવ્વું પડે.
ભાઇ સરનામા સુધી અહીં પ્હોંચવા,
અટપટા આ શહેરમાં ફરવું પડે.
જંગ હથિયારો વગર જીતી શકાય,
પ્રેમ શત્રુથી સખત કરવું પડે.
એમ કૂથલી ના કરો ફૂટપાથ પર,
ચાખવા દિલ શ્હેરમાં વસવું પડે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply