ક્યાં વધારે કશો વહીવટ છે!
મારી સાથે મને તો ઘરવટ છે.
ચોતરફ હુંની રખરખાવટ છે.
હું થવામાં ઘણી રુકાવટ છે.
મારી ઓળખમાં ખાસ કહેજો કે,
મૌનને સાંભળું એ ફાવટ છે.
કેમ વિશ્વાસ થાય એની પર?
આ બનાવોમાં પણ બનાવટ છે.
જ્યાં હતા ત્યાં જ છો તો સમજી જાવ,
કે, વિચારોમાં પણ મિલાવટ છે.
તાગ તળનો નહીં જડે તમને,
બુદબુદાએ કરી જમાવટ છે.
તું ય માની જશે, સમય આવ્યે,
આ સમય આપણી ઉપરવટ છે.
લક્ષ્મી ડોબરિયા
Leave a Reply