ક્યાં નામ કે ઓળખની એ દરકાર કરે છે ?
ફૂલો બધા એથી જ તો નિર્ભાર ખીલે છે.
આ વાદને સંવાદથી એવું થયું અંતે,
કે સાવ સહજ મારી મને ભાળ મળે છે.
હળવી એ હકીકતમાં પછી હોય છે કાયમ,
જે આંખ અહીં સ્વપ્ન તણો ભાર ખમે છે.
ખારાશને ક્યાં ધ્યાનમાં રાખી છે નદીએ ?
એ ૠણને ઉતારવા દરિયો ય તપે છે.
લાગે છે બધાને કે આ તો વાત છે મારી,
બસ, આજની આ ક્ષણને ગઝલ એમ ઝીલે છે.
– લક્ષ્મી ડોબરિયા
“તમન્ના” જાન્યુઆરી-૨૦૧૮
Leave a Reply