હ્રદયમાંથી નીકળતા એ ખજાના ક્યાં અમારા છે,
ગઝલની મિલ્કતો, મેદાન, લત્તા સૌ તમારા છે.
જરૂરત છે ખરીદો ટીવી, મોબાઈલ નવી નજરો,
અમે ગઝલોને લઈને ઑનલાઇન આવનારા છે.
મળી શકતા નથી છુટા પડીને એ છે મજબૂરી,
ગળાબૂડ ચાહતા બન્ને સમંદરના કિનારા છે.
અમે છાપા છીએં ખોલીને દિલ વાંચો સતત અમને,
બધા વિરામ ચિન્હોથી ખબરને છાપનારા છે.
ગગનચુંબી ઈમારતની હવે બાધા ફળી “સિદ્દીક”
ખુશીમાં એટલે તો પાવડા, ત્રિકમ, તગારા છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply