ગઝલ…વેપાર કરે છે.
કપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે,
શિક્ષિત આ,સ્વાર્થીપણું હદપાર કરે છે.
અભ્યાસ,નોકરી,અને સત્તાની સાથે ભય,
માણસની ઓળખાણ તો કિરદાર કરે છે.
આ લોક મોંનું થૂક ઉડાવે છે રાતદિન,
સાચી જ “મન કી બાત”તો સરકાર કરે છે.
બોલો જરાક સાચવી ડાહ્યા જનોમાં દોસ્ત,
આ લોક તો સલાહમાં વેપાર કરે છે.
“સિદ્દીક” નકાબ મુખનું ધરાવીને આવજો,
બાકી અહીં તો વાયરસ બિમાર કરે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply