ચાહવાના માર્ગ ખુલ્લા થઇ ગયા,
આજ સમજાયું વિજેતા થઇ ગયા.
ત્યારથી લાગી ગયા મોટા બજાર,
એમના પગલાંથી રસ્તા થઇ ગયા.
આગિયા મારા ઘરે મળ્યા મને,
ગોખમાં જાણે કે દીવા થઈ ગયા.
બે’ક “શબ્દો”થી મેં સ્વાગત શું કર્યું,
ગાલ પર શબ્દો કવિતા થઇ ગયા.
કંઇ નવા રસ્તા વધુ પ્હોળા થતાં,
મોદીજી જેવા છપાતા થઇ ગયા.
‘આપબીતી’ની ગઝલ ડોટે ચડી,
જાણે સૌ શેરો અમારા થઇ ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply