કોઈને “ન કહેવાની” શરતે
ઘણી વાતો સમભાવથી સાંભળું છું.
ક્યારેક
આ ન કહેવાયેલી વાતોનો ભાર નથી ખમાતો, ત્યારે
એ વાતો, એ અનુભવો
ગીત કે ગઝલ રૂપે કહેવાઈ જાય છે.
ને
કોઈને “ન કહેવાની” શર્ત મેં પાળી છે,
એમ વિચારી હું હળવાશ અનુભવું છું.
થોડાંક સંવેદનશીલ લોકોને એમાં પોતાની જ વાત હોય એવું લાગે,
ત્યારે
સમ સંવેદના અનુભવું છું.
તો વળી,
કેટલાંક એમાંથી કોઈ સંદેશ કે ઉકેલ મેળવી લે,
ત્યારે હું રાજી થાઉં છું.
પણ આમાં ‘કવિતા’ ક્યાં છે?
એવું પૂછાય, ત્યારે…
હું મૌન થઈ જાઉં છું!
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply