અણગમા સાથે ગમા છે.
મૂળમાં તો મનસૂબા છે.
ક્યાં પનોતીની દશા છે?
લીલી-પીળી શકયતા છે.
એ બધા પગભર થયા છે.
જે સ્વયં સામે ઊભા છે.
મેં ઘણું જોયું ને સમજ્યું,
બીજી ક્યાં કંઈ પણ પીડા છે.
સ્થિર થાવા હું મથું છું,
ને, સ્મરણની આવ જા છે.
મૌનનો મહિમા કર્યો પણ,
કંઈ કહ્યું નહિ એ વ્યથા છે.
હે હૃદય! ધીરજ તું ધરજે,
ઓરતા ઉતાવળા છે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply