ગઝલ…જાય છે.
ચાલકો રસ્તા બદલતા જાય છે,
એ કયો ડર છે કે ડરતા જાય છે.
ના રહ્યું – રડતા એ હસ્તા જાય છે,
આજ જે રડતા એ મરતા જાય છે.
જીવવાના ભાવ વધતા જાયછે,
માણસોના દામ ઘટતા જાય છે.
છે નગરનો સૌથી સારો માનવી,
એના હર પ્રકરણ ઉઘડતા જાય છે.
ક્યાંક શાંભળ્યું છે કોઈ શહેરમાં?
ક્યાંક બગડેલા સુધરતા જાય છે!
જેટલી ભૂલું છું એનાથી વધું,
યાદના લશ્કર ઉભરતા જાય છે.
હે ખુદા, વરસાવ ક્રુપા ,હિન્દની
કબ્રના પથ્થર ઉખડતા જાય છે.
સો માં નવ્વાણું જ વાંચે છે ગઝલ,
એક ટકો ,”સિદ્દીક” સમજતા જાય છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply