ડાયરીનું એક પાનું..
તારીખ ૮-૪-૨૦૨૦
ઉપનિષદ ગંગામાં આજે મહાકવિની કથા હતી. એમાં એક સંવાદમાં ચાકરને કવિપત્ની એમ કહે છે કે, “જા, ચુલ્હામાં અગ્નિ દેવતા પ્રગટાવ”
આ સાંભળીને મને મારા મા, કાકી, દાદી અને ભાભી… બધાનું સ્મરણ થયું.
મેં જોયું છે કે તેઓ જ્યારે પણ રસોઈ કરતા હોય, એટલો સમય માથે ઓઢી રાખે. અરે, અનાજ સાફ કરતાં હોય ત્યારે ય માથે ઓઢી રાખે. એકવાર મેં દાદીને પૂછેલું કે, “વડીલોની લાજ કાઢો એ બરાબર પણ આ રસોઈ અને અનાજ સાફ કરતી વખતે માથે કેમ ઓઢવાનું?”
તેઓએ બહુ સરસ જવાબ આપેલો કે, “રસોઈ કરતી વખતે અગ્નિ દેવતા હાજર હોય, ને અન્ન પણ દેવતા છે, એટલે એમની મર્યાદા રાખવી એ ધર્મ છે”
આ જવાબ આજે અપણને અપ્રસ્તુત લાગે પણ જરા વિચારો કે આ ધર્મ અને સંસ્કૃતિના પાઠ અન્ન સાથે વાયુ, જળ, અગ્નિ, આકાશ અને ધરતીનું માન અને મર્યાદા શીખવતા’તા જ્યારે આજે આપણે આ પંચ મહાભૂતની કે પ્રકૃતિની મર્યાદા કે મૂલ્ય નથી કરતાં..એનાં આગળ જતાં કેવાં પરિણામ ભોગવવા પડશે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply