સગા ભાઈના થઈ શકતા નથી,મારા બતાવે છે,
દિવસમાં શું મને ડાહ્યા જનો ‘તારા’બતાવે છે!.
પ્રમાણિક, નમ્ર , સજ્જનની અહીં કૉડીની કિંમત છે,
મવાલી, ચોર, દુર્જન મંચ પર સારા બતાવે છે.
ઘરોની જીંદગીને તારવી જાણે , એ નૌકાઓ,
દિકરીઓ અવતરે તો સાંપના ભારા બતાવે છે.
કોઈ આવી રહ્યું છે યાદ દિલમાં વાદળાની જેમ,,
પ્રતિક્ષા પાત્રની હર પલના ધબકારા બતાવે છે.
અહીં કો’ ભય નથી હિંમત ધરે છે એક ટોળું છે,
સભા,સરઘસમાં એવું કંઇ સમજનારા બતાવે છે.
મદીરા સ્પર્શ ના કરનારમાં ના હોય એનાથી,
વધારેમાં વધારે હોશ, પીનારા બતાવે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply