ગઝલ….સલામ
આટલું નાનું કામ શું કરશો?
તોડવા ભ્રમ સલામ શું કરશો?
આ નવા તોરની સદી છે દોસ્ત,
પથ્થરોમાં મુકામ શું કરશો?
ના રહ્યા , એ શરાબ, મયખાના,
આ તમે લઈને જામ શું કરશો?
કામ નાના તો થઇ નથી શકતા,
તો પછી મોટા નામ શું કરશો?
શબ્દથી છિન્નભિન્ન થઇ જાયે,
એવા દિલથી કલામ શું કરશો?
લોક ખોટાને સત્ સ્વિકારી લે,
તો તમે હક્ક-હરામ શું કરશો?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply