ઈંતેજારી અમારી આદત છે,
એમાં કઇ આપની શરાફત છે?
સ્મિત સામે જ સ્મિતનો ઉત્તર,
ઈશ્કને ઈશ્કની ઈજાઝત છે.
તીર નીકળી ગયા કમાનોથી,
ને છે માયૂસ હર અદાલત છે.
રેલીઓ,દંગા,નફરતો ને ફસાદ,
શી નવા રાષ્ટ્રની સખાવત છે!
આ ગગનચુંબી મોલ ઝૂમે છે,
જે નવા ખેડની ઈમારત છે.
પ્રેમ દરિયે કદી ન ઓટ આવી,
આ ખજાનો હજુ યથાવત છે.
મળતાં વેંત જ વિલિન થઇ જાવું,
મારા લક્ષણની આ વિરાસત છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply