તૂટીને દિલથી ચાહો છો,
સપનાના મ્હેલો બાંધો છો.
મત્સ્યોને ઘાયલ કરવામાં,
દોસ્ત,તમે યુક્તિ રાખો છો.
શાંત રહેલા મીઠા જળમાં,
કેમ તમે પથ્થર મારો છો?
ઘૂમાડાના વાદળ પાસે,
કેવા છો , વર્ષા માંગો છો !!
સંબંધ છે ઓળખની સાથે,
તોય તમે શાને ભાગો છો?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply