ઊભા થઇએં અને છુટા પડીએં
વાત દફનાવી ને રજા લઈએં,
બોલતા, ચાલતા બધા પથ્થર,
કોની સામે હવે કથા કરીએં?
ઈશ્કના આ નિયમને ના તોડો,
છે વતન ગામ તો સદા જઇએં
ટેવ થોડી ખરાબ છે ‘સિદ્દીક’,
ભિક્ષુકોનીયે પણ દુવા લઇએં.
સૌ વફાદાર છે અહીં “સિદ્દીક”,
તો પછી કોને બેવફા થઇએં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply