કાલે અમારી તમને જરૂરત નહિં પડે,
એવું ખરૂં કે? પ્રેમની ખેતી ન થઇ શકે!
રોકી રહ્યો છે કોણ તને મારા પ્રેમથી?
માનવતા કાજ આવશે તો લોક આવશે.
વ્રુક્ષોનું કામ છાંય છે હિજરત નહિં કરે,
પંખી નથી ,ત્યજીને વતન,જ્યાં ને ત્યાં ઉડે.
અમ આખરી પડાવ પર આવી ગયા હવે,
સૌને કહું છું માફ કરીને દુવા કરે.
જીવનનું નામ જીતનું મેદાન થઇ ગયું,
જ્યાં ત્યાં દરેક આદમી મતલબની જંગ લડે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply