ઓળખ બનાવવામાં મરી જાય જીંદગી,
મતલબની કેવી ભક્તિ કરી જાય જીંદગી.
એવી રીતે ય રોજી રળી જાય જીંદગી,
આંખોનો મેશ કાઢી ઠગી જાય જીંદગી.
સાબિત કરવા સત્યને, જ્યારે જરૂર હોય,
મૈત્રી ન કેમ હોય , ખસી જાય જીંદગી.
ફુટપાથ પર અખબારની ચાદરને પાથરી,
નિશ્ચિંત રાતવાસો કરી જાય જીંદગી.
ટૂંકી મુસાફરીમાં પણ થીંગડાઓ આભને,
દેવા મથે ને મૂર્ખ બની જાય જીંદગી.
કેવા વિચાર આવે છે, માણસને ,દોસ્તો!
સુધરી શકું જો બીજી મળી જાય જીંદગી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply