ગઝલ…ન દે મને.
અઢળક શરાબ જેવી મહોબ્બત ન દે મને,
સામે છું તોયે દૂરની તહોમત ન દે મને.
હું એ ફકીર છું કે નથી લાલચોની ભૂખ,
જૂઠા મધૂર શબ્દોથી ઈઝઝત ન દે મને.
ખાલી પડેલા મહેલના આકા શું લઈ ગયા?
ખપતી , જરૂરથી વધુ દોલત ન દે મને.
હે વિશ્વના બજાર, ગમે તે કળા શીખવ,
ભારત છું કોઈ ચીનની સોબત ન દે મને.
તૂટી ગયો છું શબ્દના પથ્થરથી કાચદિલ,
રહેવાની આ શહેરમાં કિસ્મત ન દે મને.
“સિદ્દીક”ગઝલથી ખુશ રહે તું ,એજ મૂલ્ય છે,
એથી વિશેષ પ્રેમની કિંમત ન દે મને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply