લોક કેવા મુકામ પર આવ્યા!,
કામ મૂકીને નામ પર આવ્યા.
સ્વર્ગ છોડીને આજના માણસ,
ચુટકી,વિમલ ને જામ પર આવ્યા.
નાવ દરિયામાં ડૂબવા લાગી,
તો બધા યત્નો રામ પર આવ્યા.
દુશ્મની નહિં ફકત મે પ્રેમ કર્યો,
પથ્થરો મારા ઠામ પર આવ્યા.
પ્રશ્ન મારો હતો અદાલતમાં,
ને ચુકાદા તમામ પર આવ્યા.
નોકરી નક્કી થઇ ગઈ “સિદ્દીક”,
બધ્ધા સંબંધ “દામ” પર આવ્યા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply