સમય ના બગાડો , ન ફર્યા કરો,
ગઝલ ક્યાંક બેસીને વાંચ્યા કરો.
વધુ ગાઢ સંબંધ ત્યારે થશે,
બહાને બહાનેય આવ્યા કરો.
હજારો તીરો વાગશે અક્ષના,
જરા સાચવીને નીકળ્યા કરો.
મરેલી ધરા જીવતી થઈ જશે,
આ વરસાદમાં ના પલળ્યા કરો.
મહોબ્બત પવિત્ર નશો છે સદા
હવે થોડું થોડું બગડયા કરો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply