હર શખ્સ આઇના હતા અખબાર છે હવે,
દાતા હતા , જે આજ તલબગાર છે હવે.
ગ્રંથોનુ સ્થાન હાથના ફોનોએ લૈ લીધુ ,
બુધ્ધિના માર્ગ બુધ્ધિના પડકાર છે હવે.
ટોળા કમળના જીતીને જાદુ કરી ગયા,
પૂષ્પો દરેક શહેરના બિમાર છે હવે.
કાલે મહોબ્બતોની જયાં ખેતી થતી હતી,
એ ઘરમાં ભેદભાવની તકરાર છે હવે.
કોલાહલો, અવાજ ને લોકોની આવજા,
એવી ઝળકતી હાટમાં સૂનકાર છે હવે.
પૈસાના જોરથી કલમ નિર્બળ છે એટલે,
એની જગ્યાએ હાથમાં તલવાર છે હવે.
“લેડી” પ્રણયના મારગથી ભારત શુ આવી ગૈ;
અવઢવમા પત્રકારોની સરકાર છે હવે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply