નોકરીની ટપાલ આવે છે.
એમ તારો ખયાલ આવે છે,
સૌની આંખોમાં ઝેર આવે છે,
એક “મા”ને વહાલ આવે છે.
જ્યાં જરા શુભ કામ લઇ ચાલો,
સેંકડો ત્યાં સવાલ આવે છે.
શાંત દરિયાથી ભૂલ ના કરશો,
ક્યાંથી, ક્યારે ઉછાલ આવે છે.
આ કયા મૂલ્ચો દોસ્ત રોપેલા,
સર્વ ઋતુમાં ફાલ આવે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply