સીમમાં સૌને મકાનો જોઇએ,
ત્યાં મને ફક્ત કિસાનો જોઈએ.
નામ ફળિયાનું થયું સોસાયટી,
હર જરૂરતને દુકાનો જોઈએ.
આંખથી આંખો મળે તો એ સ્વભાવ,
મિત્રતા માટે જમાનો જોઈએ.
એમ કોઈના ઘરે તો ના જવાય,
જો જવું હો તો બહાનો જોઈએ.
નોકરીની જેમ ઘરમાં પણ હવે,
એક દિન ફરવા જવાનો જોઈએ.
આજના વ્યવહાર શીખવે છે મને,
આજ માણસ દિલ વિનાનો જોઈએ.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply