આંખોમાં નહિં દિલમાં ઉતરવાનું કહ્યું’તું,
મેં આપને આ શહેર સમજવાનું કહ્યું’તું.
ગઝલ
જિંદગીથી મને સવાલ નથી,
જે હતો આજ મારો હાલ નથી.
ફૂલો સંબંધના ચૂંટી જોયા,
ખુશ્બુઓમાં હવે કમાલ નથી.
લોક ભાંગી પડે છે ‘ઘર’ કરવા,
ને મશીનોને કંઈ મલાલ નથી.
શહેર આખું બળીને ખાખ થયું,
ને કહે છે ‘ખબર’ , બબાલ નથી.
મીણના, પથ્થરો થયા આ દિલ,
લાલ ચહેરાઓ પર વહાલ નથી.
“દિલની” આંખો ઉઘાડવા ખાતર,
“શેર” રચવાની મારી ચાલ નથી.
જેણે મબલખ મને સજાવ્યો છે,
એવા મિત્રોનો પણ અકાલ નથી.
એકેક હાથોમાં પોષ્ટ ખાતું છે,
મીઠી વાતો ભરી ટપાલ નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply