લખેલા પત્રમાં તારા મને અક્ષર નથી મળતા,
મળે છે ફૂલ પણ ફૂલો બધા મનહર નથી મળતા.
મળી શકયા અમે એ ક્ષણ હવે કિંમતી ગણી લે તુ,
અપેક્ષા રાખીએ એવા પછી અવસર નથી મળતા.
અજાયબ પાયજામો ,કોટ ,કુરતામા તો મળયા છે,
જે માણસ બહારથી દેખાય તે ભીતર નથી મળતા.
ખુશીથી વાદળો વરસાવતા’તા વહાલ જેના પર;
હવે એ સીમમાં બંગલા મળે પણ ઘર નથી મળતા.
ધડકતા દિલ હવે અગ્નિના ગોળા શા થવા લાગ્યા,
તમારા શહેરમાં જોતા હૃદય, પથ્થર નથી મળતા.
જુદા પુષ્પો , જુદા રંગો, ચમનમા એકતા છે ને,
જુદા છે એમના અત્તર, છતાં અંતર નથી મળતા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply