શું તમારા ગામમાં આવી ગયો!
આંખોના કંઈ ધામમાં આવી ગયો.
સાવ નક્કામો ગણી ફેંકી દીધો,
ને પછી હું કામમાં આવી ગયો
જીંદગીએ પહેલા કર્યો સાવધાન,
તે પછી વિશ્રામમાં આવી ગયો.
હાથ છોડીને જતી રહી હર દવા,
એટલે વ્યાયામમાં આવી ગયો.
જેમને ધર્યા સમાજે કંઇ ઇનામ,
બેસબબ એ નામમાં આવી ગયો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply