પ્રેમથી હરખાઈને બોલાવતા ચાલ્યા ગયા,
માણસાઈના. હતા એ બારણા ચાલ્યા ગયા.
હર નવા આકાર પામીને ઘરે જંગલ તો છે,
હેતથી બાંધી મલકતાં છાંયડા ચાલ્યા ગયા.
આપણા કરતૂતથી ઋતુઓ પણ નાખૂશ છે,
મહેરથી વંચિત કરીને વાદળા ચાલ્યા ગયા.
આવીને બેઠો હજી તો જીંદગીની આંખમાં,
ને જરા કરવટ ફરૂં , ત્યાં દાયકા ચાલ્યા ગયા.
સ્ત્રી કે પુર્લિગ છે ?સમજ પડતી નથી પોશાકમાં,
શહેર થઈને , ધીમે ધીમે ગામડા ચાલ્યા ગયા.
હિંદુ, મુસ્લિમ, શીખ,ઈસાઈ મારા કહી શક્તો હતો,
હાથમાંથી કેમ મિત્રો, આપણા ચાલ્યા ગયા ?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply