અમે જયારથી બસ તમારા થયા છે,
ચમનમા હજારોને વાંધા થયા છે.
જગત જીતનારા નકામા થયા છે,
વિચારોના યાત્રી રવાના થયા છે.
મુલાકાતની એક ઘડી પામવાને,
ઘણા કષ્ટદાયક જમાના થયા છે.
નયનની ફકત એક અદાની અસરથી,
હૃદયના મરીઝોય સાજા થયા છે.
હું મિત્રો ગણું કે ગણું શત્રુઓ પણ,
ગમે ત્યાં જશો એ અમારા થયા છે.
અમારા વતનની બિમારીમાં આજે
સુધારાની સાથે ઈજાફા થયા છે.
સફળતાને વર્યા અમે આજ મિત્રો,
નકર કંઇ પ્રણયમાં તમાશા થયા છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply