એવા તમે હૃદયની નજરને ગમી ગયા ,
દર્શનથી એ ખબર નથી શું શું ભૂલી ગયા.
એવાય છે સમાજની પાકી દિવાલમાં,
નિષ્ઠા પ્રમાણે મોતની પહેલા મરી ગયા
દુશમનને કાંઇ પણ અમે કરતા નથી સજા,
મન પરથી બસ ,ઉતારીને છુટા પડી ગયા.
ઘરના જ એક બારણે આપી દીધો જવાબ,
મહેમાન આ સ્વભાવથી પાછા વળી ગયા.
સુધરી જવાને બદલે ગુનાહોને વાંચીને;
માણસ કહી શકાય એ હુનનર શીખી ગયા.
બુલડોઝરો, તળાવના ફૂલો, ને સરઘસો,
ચૂંટણી પ્રચારના જાણે સાધન બની ગયા.
હા ,બોધ આપી આપીને ઊંઘી ગયા અમે,
લોકો વષંત આવતાં પહેલા ઊઠી ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply