ઘર, ફળી,ફળિયા નીકળ્યા વૉકમાં,
કેમ શી ઘબરાટ છે આ લોકમાં.
ભૂખના અશ્રુના ઝરણાં એક તરફ,
ને પ્રસંગો છે ખુશીના, ચોકમાં.
આમ તો દેખાય છે નિશ્ચિંત સૌ,
પણ તપાસો તો એ મળશે શોકમાં.
અહીં અમે ચાહી લીધી કૈ’ અપસરા,
શું કરીશું “દોસ્તો” પરલોકમાં.
જે પ્રધાનો જાહેરારાતોમાં હતા,
એ બધા આવી ગયા ‘ટિકટોક’માં.
એમ તો આ માણસોનું સ્વર્ગ છે,
માંણંસાઈ છે અહીં બસ કો’કમાં!
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply