નીકળી ગયો છું ક્યાંથી ક્યાં,બોલાવશો નહિં,
હું સૂર્ય છું, પાછો વળું, એ જાણશો નહિં.
સદીઓ પછી “કહી શકે” એવો છું હું દફન,
હું બેવફા નથી મને અભડાવશો નહિં.
મારા પછી તમારૂં છે ઘર એક હરોળમાં,
નફરતના એક દીપને પેટાવશો નહિં.
જો બેવફા જ હોય તો રસ્તા જ માપજો,
ક્યારેય , કદીય પ્રેમને સ્વિકારશો નહિં.
સૌના હ્રદય બળી શકે એવો તો હૂં નથી,
એવી “ખબર” હું હોઉં તો વિસ્તારશો નહિં.
નોખા તરીને આવશે મુજ શાયરીના રંગ,
“સિદ્દીકને” કો ” મરીઝથી” સરખાવશો નહિં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
મરીઝ = મરીઝ અને અન્ય શબ્દસાધકો
Leave a Reply