કંઇ શુભેચ્છાઓ આસમાની છે,
એમાં સમજો તો સાવધાની છે.
મેશનું પગમાં માએ ટપકું દીધું,
આ કયા અર્થની નીશાની છે?
જે જગ્યા ફક્ત ચાલવાની હતી,
એ ડગર આજ “દોડવાની” છે.
તોડો-ફોડો ને કાપો – મારોમાં,
સ્વર્ગમાં મોજમાં યુવાની છે.
જેને મળીએ તો વ્હાલથી મળીએ,
રોગ એક મુજને ખાનદાની છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply