મૂકું છું.
છંદ :લગાગાગા લગાગાગા લગાગા
નથી હું ભીત કે ખાલી સુણું છું,
સિસિટીવી છું , સૌને સાચવું છું.
નવા નુસ્ખા છે ભિક્ષા માંગવાના,
હું એકટ્રેસ છું ને ઓનલાઇન રહું છું.
મહોબ્બત ,માણસાઈ જ્યાં નથી ત્યાં,
નવી વસતીનું પણ સ્વાગત કરુ છું.
મહોબ્બતને છે પ્રશ્નો,પણ ખબર ક્યાં?
સમય કાઢીને હું કેવો મળું છું?
રમકડું-દિલ ન તૂટી જાય તેથી,
કસમથી, વાત કરવાથી ડરું છું.
ગઝલના શેરથી જીવતા દિલોમાં,
વગર કારણ ક્યાં કોઈમાં રહું છું?
સફર ટૂંકી ને એમાં શું ઝઘડવું?
રીવાયત એજ રસ્તામાં મૂકું છું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply