જીવવા કરતાં મરી રહ્યા છીએ,
જીંદગી એવી જીવી રહ્યાં છીએ.
કાલ હૈયે વાગશે-છે ક્યાં ખબર?,
કંઇ ગુનાહ મોટા કરી રહ્યા છીએં.
યાદને હંમેશ તાજી રાખવા,
દિલ સહિત આંખો ભરી રહ્યા છીએં.
કાલ ભૂલી જાય અમને એટલે,
એક એક પલને લખી રહ્યા છીએં.
આદમી જો હોય તો પ્હોંચી વળાય,
પણ હવાથી શેં ડરી રહ્યા છીએં?
સાવ કાચી માટીના આશીક અમે,
ઈશ્ક કરવાનું શીખી રહ્યા છીએં.
આંખ મીંચાતા સુધી શું જીતવા?,
રોજની જંગો લડી રહ્યા છીએં.
પ્રેમથી જીતાય છે હર શખ્સને,
આ દવા કાયમ કહી રહ્યા છીએં.
એ અમારો થાય ” સિદ્દીક ” એટલે,
મંદિરે મસ્જિદ મથી રહ્યા છીએં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply