આજથી કો’ ટપાલ નહીં આવે,
લાગણી સહ વહાલ નહીં આવે.
તારા ઉત્તરથી એ ફરક પડ્યો,
પ્હાંણ જેવા સવાલ નહીં આવે.
આંધીઓને દબાવી રાખી છે,
શેરીઓમાં બબાલ નહીં આવે.
યાદ કરીએં તો યાદ આવે છે,
સામે ચાલી ખયાલ નહીં આવે.
આંગળી વાંકી ના કરો “સિદ્દીક”,
ત્યાં સુધી કો’ નિકાલ નહીં આવે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply