સત્ય બોલીને ઘર સજાવ્યા કર,
બાકી કિર્તીને એમ બચાવ્યા કર.
ચાર આંગળ છે તારી ટીકામાં,
એકથી ખામી ના બતાવ્યા કર.
એ રીતે પ્રેમનો ઈશારો કર,
હાથ મેળાપમાં દબાવ્યા કર,
કૂથલી ‘દિલની’ કદીક સારી હોય,
રોજ, ના વિવેચન કરાવ્યા કર.
પ્રેમપત્રો થયા જીવનસત્રો,
જે મળે એ સીઝન નિભાવ્યા કર.
પાત્ર ત્યારે ઘડાય છે “સિદ્દીક”,
પ્રશ્નો એના સતત ઉઠાવ્યા કર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply