ખૂબ સુંદર આદમી શરમાય છે,
કઇ ખતાથી ફૂલડાં મૂરઝાય છે?
મૌન તૂટે, આંખથી આંખો મળે,
બાકી મારગ રાહથી તરડાય છે.
ચાલતી ફરતી કિતાબો જેમ શખ્સ,
આ વખત વંચાઈ ને પરખાય છે.
એમ તો કહેવાને માટે કંઇ નથી,
પણ અરીસામાં કશું સમજાય છે.
માણસાઈ એમનામાં શૂન્ય છે,
પણ અદબથી નામ તો લેવાય છે.
મિત્રતા કે દુશ્મનીના કોઇ ખૂણે,
નામ ‘સિદ્દીક’ ક્યાંક તો ચર્ચાય છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply