ગઝલ….થાય છે.
” નામ” કરવાના પ્રયત્નો થાય છે,
કેટલા ન્હાના પ્રસંગો થાય છે!,
આધુનિક ગઝલોને જીવીત રાખવા,
મ્રુત્યુના જાણે ઈલાજો થાય છે.
રૂબરૂ આંખોની સામે સત્ય છે,
તોય પૌરાના સવાલો થાય છે.
લોકની વચ્ચે છે આતુરતાનો અંત,
ને અકારણ કંઇ અવાજો થાય છે.
યાદ કરીએં તો ક્ષણો ઓછી પડે,
ભૂલવા બેસો તો સદીઓ થાય છે.
કોણ પૂછે છે ? ઉદાસીના ઘરે,
કેટલા ” સિદ્દીક ” વીસે સો થાય છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply